NCERT GOV. GUJARAT Book change All Subject



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા કોર્ષ રિડ્યુસ કરવાની પ્રક્રિયા શરુ કરાઇ છે. બદલાઈ જશે આ ધોરણના પાઠ્યપુસ્તકો.


નવા શૈક્ષણીક વર્ષ ૨૦૨૪/૨૫ થી નવા પાઠ્યપુસ્તકો અમલી

નવી શિક્ષણ નિતી મુજબ દેશભરના તમામ બોર્ડમાં સમાન પાઠ્યક્રમ લાગુ કરવા અને એક સરખી શિક્ષણ પ્રક્રિયાને અમલી કરવાના ભાગ રૂપે પાઠ્યપુસ્તકોમાં સુધારો કરાયો છે.

આ પણ વાંચો


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના ટોચના સુત્રોના જણાવ્યા પ્રમાણે, 2023-24ના શૈક્ષણીક વર્ષથી વિદ્યાર્થીઓને કાપ મુકાયેલા પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરવાનો રહેશે. આ માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. નવા શૈક્ષણીક વર્ષથી નવા પાઠ્યપુસ્તકો અમલી થશે.

સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે

ગુજરાત માધ્યમિક બોર્ડના ધો.9,10ના ગણીત- વિજ્ઞાન તથા ઉચ્ચતર માધ્યમિક ધો.11-12 વિજ્ઞાન પ્રવાહના તમામ તેમજ સમાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો બદલાશે. કારણ કે આ પુસ્તકો એનસીઇઆરટીના પાઠ્યપુસ્તક પરથી ભાષાંતર કરીને તૈયાર કરાય છે. હાલમાં એનસીઇઆરી દ્વારા વિજ્ઞાન પ્રવાહના તૈયાર કરવામાં આવેલા પુસ્તકો માર્કેટમાં મુકવામાં આવ્યા છે.

નોન પ્રેક્ટિકલ મુદ્દાને દૂર કરવા જરૂરી હતા.

કોર્સ ઘટાડાથી વિદ્યાર્થીઓની સમય શક્તિની બચત થશે. આ ઉપરાંત નોન પ્રેક્ટિકલ મુદ્દાઓ છે જે અત્યારના સમયે બિનઉપયોગી છે તેવા મુદ્દાને હટાવવા જરૂરી હતી. પરંતુ પર્સન્ટાઇલ કે પાસીંગની ટકાવારીમાં બહું મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

Post a Comment

Previous Post Next Post