51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, જાણો 5 દિવસ ચાલનાર આ ઉત્સવના શું છે મહત્વના કાર્યક્રમો અરવલ્લી ગુજરાત



વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙

ક્લિક કરો
51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ, જાણો 5 દિવસ ચાલનાર આ ઉત્સવના શું છે મહત્વના કાર્યક્રમો અરવલ્લી ગુજરાત

આગામી 4 દિવસના શું છે કાર્યક્રમ અંબાજી

13 ફેબ્રુઆરીના રોજ ખ્યાતનામ કલાકાર કીર્તીદાન ગઢવી સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી લોક ડાયરની રંગત જમાવશે.

14 ના રોજ પાર્થિવ ગોહિલ ભક્તિ સંગીતથી જમાવટ કરશે

તા.15 ના રોજ સાંઇરામ દવે પોતાની આગવી છટા સાથે પર્ફોમ કરશે

તા. 16 ફેબ્રુઆરીના રોજ કિંજલ દવે સહિતના કલાકારો ભક્તિ સંગીતથી ભાવિકોને મંત્રમુગ્ધ કરશે રસની રમઝટ બોલવાશે.

યાત્રાધામ અંબાજી ખાતે આજે 51 શક્તિપીઠ મહોત્સવ 2023 નું શુભારંભ કરવામાં આવ્યું હતું. તો ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે અને સાધુ સંતોના હસ્તે દીપ પ્રચલિત કરી 51 શક્તિપીઠ મહોત્સવ ને ખુલ્લુ મુકાયું હતું .તો સાથે સાથે મંત્રી બલવંતસિંહ રાજપૂત અને સાધુ સંતો સહિત વહીવટી તંત્ર દ્વારા યજ્ઞનું પણ આરંભ કરાયું હતું. ત્યારબાદ મોટી સંખ્યામાં આવેલા માઇ ભક્તો 51 શક્તિપીઠ મહોત્સવ મા જોડાયા હતા. 51 શક્તિપીઠ મહોત્સવ 2023 માં આવેલા મોટી સંખ્યામાં લોકો દ્વારા ૫૧ માં જોડાઈ નાચતા ગાતા દરેક શક્તિપીઠ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

51 શક્તિપીઠ મહોત્સવ 2023 ના પ્રથમ દિવસે મૂર્તિઓની પ્રશાલન વિધિ, શોભાયાત્રા, ચામર યાત્રા , શક્તિપીઠમાં યજ્ઞ સાથે સાંજે ભજન મંડળી, સાંસ્કૃતિક પ્રોગ્રામ સહિતના કાર્યક્રમો યોજાશે જેને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પરિપૂર્ણ કરી દેવાય છે. તો મોટી સંખ્યામાં આવેલા તમામ લોકો આ 51 શક્તિપીઠમાં મા દરેક શક્તિપીઠ ના દર્શન કરી તમામ શક્તિપીઠના લાભ લેશે તો સાથે સાથે તમામ કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

અંબાજી ખાતે યોજાનાર પરિક્રમા મહોત્સવમાં જનારા ગાંધીનગરના માય ભક્તો માટે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ મહત્વનો નિર્ણય કર્યો છે.... ગાંધીનગરની જનતા શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સંપૂર્ણ નિશુલ્ક જઈ શકશે... અગાઉ આ મહોત્સવમાં જનારા ભક્તોને અંબાજી ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ભાડામાં 50 ટકાની રાહત આપવામાં આવી છે... ગાંધીનગરના ભક્તોએ ચૂકવવાનું થતું 50 ટકા ભાડું હિતેશ મકવાણા પોતાની મેયર તરીકેની ગ્રાન્ટમાંથી ચૂકવશે... તારીખ 12, 13 અને 16 ફેબ્રુઆરીએ સવારે 6.30 કલાકે અંબાજી જવા માટે દરરોજ 10 બસ ઉપડશે.... જેમાં વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે... આ યાત્રા દરમિયાન યાત્રિકો માટે પાણી-અલ્પાહારની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર નિગમે ૫૩ કરોડ રૂપિયાના ખર્ચે નવી ૧૫૧ બસ મુસાફર જનતાની સેવામાં કાર્યરત કરી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ૪૦ સ્લીપર કોચ અને ૧૧૧ લક્ઝરી કોચ એમ કુલ ૧૫૧ બસનું ગાંધીનગરમાં ડ્રાઇવરને બસની ચાવી અર્પણ કરીને તેનું લોકાર્પણ કર્યું છે.

આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડ્યુક્ત બનાવશે. વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ એસ.ટી.નિગમની અન્ય એક મુસાફરસુવિધા સેવા ઓટોમેટીક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો પણ પ્રારંભ કરાવ્યો હતો.

આ સિસ્ટમ કાર્યરત થવાથી મુસાફરોને પૂછપરછ બારીનો ઉપયોગ કર્યા વિના ઓડિયો સિસ્ટમ મારફતેબસનો રૂટ, બસ નંબર, સ્ટોપજ અને બસ ક્યા પ્લેટફોર્મ પર આવશે તેની સંપૂર્ણ વિગતો મળતી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.ટી નિગમે નાગરિક મુસાફરોની સુવિધામાં સતત વૃદ્ધિના અભિગમ સાથે ૩૧૦ કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ સાથે એક હજાર નવી બસ સંચાલનમાં મૂકવા કાર્ય આયોજન કર્યું છે.

આ એક હજાર બસમાંથી ૫૦૦ સુપર એક્સપ્રેસ, ૩૦૦ લક્ઝરી અને ૨૦૦ સ્લીપર કોચ મુસાફરોની સેવામાં મૂકવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સ્વચ્છહરિત ઊર્જાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા અનુસાર એસ.ટી નિગમે પ્રદૂષણમુક્ત ૫૦ ઇલેક્ટ્રીક બસ સંચાલનમાં મૂકી છે અને હજુ વધારે ૫૦ ઇ-બસનાગરિકોની સેવામાં આવનારા દિવસોમાં શરૂ કરાશે.

૨૦૨૦માં જાહેર પરિવહન સેવા માટે નિગમ દ્વારા પર્યાવરણપ્રિય BS છ પ્રકારની ૧૦૦૦ બસ મૂકીછે. એસટી નિગમ ૨૭૪ સ્લીપર કોચ, ૧ હજાર ૧૯૩ સેમી લક્ઝરી અને ૫ હજાર ૨૯૬ સુપર ડિલક્સ સુપર અને ૧ હજાર ૨૦૩ મીની બસ સહીત ૭ હજાર ૯૬૬ બસના કાફલા સાથે પરિવહન સુવિધા પૂરી પાડે છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાર્યદક્ષ, સમયસર અને પર્યાવરણપ્રિય મુસાફર સુવિધા પૂરી પાડવા અંગે એસ.ટી નિગમને અભિનંદન પાઠવ્યા હતા.

નવરાત્રીમાં શક્તિ આરાધનાને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ દરમિયાન બનાસકાંઠામાં આવેલા માં અંબાજીના મંદિરમાં નવરાત્રીના દિવસો દરમિયાન માં અંબાના ધામમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડી માતાજીના દર્શન કરતા હોય છે ત્યારે ભક્તોની ભીડને ધ્યાને લઇને મંદિરમાં આરતીના સમયમાં અને દર્શન સમયમાં ભક્તોની સગવડાતાને ધ્યાનમાં રાખી બદલાવ કરાયો છે. લોકોને મુશ્કેલી ન પડે તે માટે મંદિર તંત્રએ મોટો નિર્ણય લીધો છે. એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.

નવરાત્રીમાં અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફારએકમથી 

  • સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી આરતી થશે
  • સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે
  • દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી કરી શકાશે
  • બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે
  • સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી દર્શન કરી શકાશે
  • બપોરે 12.00 વાગ્યે માં અંબાને રાજભોગ ધરાવાશે
  • આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ થશે
  • આસો સુદ આઠમને સવારે 6 વાગ્યે આરતી થશે
  • આસો સુદ આઠમને સવારે 11.46 વાગ્યે ઉત્થાપન વિધિ થશે
  • આસો સુદ દશમને સાંજે 5 વાગ્યે વિજયા દશમી પૂજન થશે
  • આસો સુદ પૂનમને સવારે 6 વાગ્યે થશે આરતી
એકમથી સવારે 7.30 થી 8.00 વાગ્યા સુધી અને સાંજે 6.30 થી 7 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે દર્શન સવારે 8.00 થી 11.30 કલાક સુધી અને સાંજે 7 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી કરી શકાશે. વધુમાં બપોરે દર્શન માટે 12.30 થી 4.15 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો આસો સુદ એકમને સવારે 9 થી 10.30 સુધી ઘટ સ્થાપન વિધિ કરવામાં આવશે.

Important link

અંબાજી જવા માટે 50% ભાડું: Pdf ડાઉનલોડ કરો
અંબાજી દર્શન માટે જાહેર ઇ-આમંત્રણ (ક્યાં ક્યાં કાર્યક્રમમાં છે) : ડાઉનલોડ કરો

Post a Comment

Previous Post Next Post