SSC Recruitment 2022: 70,000 જગ્યાઓ પર ભરતી કરશે SSC, ટૂંક સમયમાં આવશે નોટિફિકેશન
સરકારી નોકરી માટે તૈયારી કરી રહેલા યુવાન-યુવતીઓ માટે તાજેતરમાં મોટા સમાચાર આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારની નોકરી માટે 70,000 જગ્યાઓ ભરવામાં આવશે, તો જોઈ લો આ વિસ્તૃત અહેવાલ.
- કેન્દ્ર સરકારમાં નોકરી કરવા માગતા ઉમેદવાર માટે ગૂડ ન્યૂઝ
- SSCમાં ટૂંક સમયમાં થશે 70,000 પદ પર ભરતી
- સત્તાવાર નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે
કેન્દ્ર સરકારમાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. ટૂંક સમયમાં જ 70 હજારથી વધારે પદો પર ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે. સ્ટાફ સિલેક્શન કમીશને પોતાની સત્તાવાર વેબસાઈટ ssc.nic.in પર નોટિસ જાહેર કરીને આ અંગેની જાણકારી આપી છે. જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, અલગ અલગ વિભોગમાં ખાલી પડેલી 70 હજારથી વધારે પદ પર ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, તેના માટે સત્તાવાર વિસ્તૃત નોટિફિકેશન ટૂંક સમયમાં આવી જશે.
સત્તાવાર નોટિસ અનુસાર, ભરતી પ્રક્રિયા માટે જાહેર કરવામાં આવેલા પ્રયાસ અંતર્ગત સ્ટાફ સિલેક્શન કમીશન 70,000 એડિશનલ વેકેન્સીઝ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ રહી છે. પરીક્ષા માટે નોટિફિકેશન ટૂંક સમયમાં વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે, કમિશનની વેબસાઈટ સમય સમયે વિજિટ કરતા રહેવું.
નોટિસમાં એવી જાણકારી નથી આપી કે, આ ખાલી જગ્યાએ ક્યા પદ પર ભરવામાં આવશે. આ એસએસસીની દર વર્ષે યોજાતી સીઝીએલ અથવા સીએચએસએલ ભરતી માટે છે. અથવા તેના માટે કોઈ અલગ પરીક્ષા આયોજીત થશે. તેની જાણકારી આપવામાં આવી નથી. ભરતી ક્યા સ્તરે થશે, અરજી કરવાની યોગ્યતા શું હશે, ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે, તેની જાણકારી નોટિફિકેશન જાહેર થયા બાદ સામે આવશે. આ દરમિયાન ઉમેદવાર એસએસસી સત્તાવાર વેબસાઈટ ચેક કરતા રહેવું.
Tags:
Press Note